I will win, not immediately but definitely……

I will win, not immediately but definitely…… 

શૂન્યતામાંય શ્વાસ ભરતા શીખજે,
અને ખાલી સરોવરમાંય તરતાં શીખજે,
આંખમાં આંજી વસંત સ્વપ્નનાં,
રણને પણ લીલુછમ કરતા શીખજે!

મારા હૃદયે આટલી વિહવળતા અને આટલી વિવશતા ક્યારેય નથી અનુભવી જેટલી આજે અનુભવી છે. એક એવી લાગણી જેને નામ નથી, કદાચ ઓળખાણ પણ નથી. આ લાગણીમાં ખુશી છે કે દુખ એનાથી પણ હું સાવ અજાણ છું. મારું મન તો ખેંચાઈ રહ્યું છે એની તરફ વારે ને વારે. શું હતું એની આંખોમાં જે મને પકડી રાખતું હતું?. કંશુંક તો જોડાણ હતું અમારી વચ્ચે જે માત્ર મને જ નહિ એને પણ અનુભવાય રહ્યું હતું.

હું વાત કરું છું મારી, શિવ (નામ ઓળખાણને અકબંધ રાખવા બદલ્યું છે.) સાથેની પ્રથમ મુલાકાતની. શિવ એ લગભગ ૧૨ કે ૧૩ વરસનો એક આદીવાસી છોકરો છે જે ઉદેપૂર જીલ્લાના એકદમ અંતરાળ વિસ્તારમાં જંગલની વચ્ચે વસેલા એક નાનકડા ગામમાં રહે છે. ત્યાં નથી કોઈ રસ્તો કે નથી કોઈ સ્કુલ. શહેરના લોકો માટે તો આવા ગામની કલ્પના કરવી પણ અશક્ય છે. રસ્તા જ નથી ત્યાં કેવી ઈલેક્ટ્રીસિટી અને કેવું ઈંટરનેટ! શિવ અને તેના જેવા ઘણા છોકરાઓ અને છોકરીઓ આવા અંતરિયાળ ગામમાંથી રોજના ૬-૭ કિમી ચાલીને પણ સ્કુલ જાય છે. સ્કુલમાં જઈને ભણે છે, એવું કહેવું યોગ્ય નથી કેમ કે ત્યાં કોઈ ભણાવવાવાળું છે જ નહિ. ત્યાં કોઈ વ્યવસ્થિત બેસવાની જગ્યા પણ નથી કે નથી ઉપલબ્ધ શુદ્ધ પીવાનું પાણી. એને સ્કુલ કહેવું કે નહિ એ પણ એક ચર્ચાનો વિષય છે. જોકે હું એ ચર્ચામાં નથી ઉતરવા માંગતી. પણ ખરેખર સ્કુલ શબ્દની સાથે આપણા લોકો ના મનમાં જે છબી ઉભી થાય એમાંનું કશું જ નહિ એવા આ મકાનમાં રોજ આ છોકરાઓ માથું ટેકવા આવે છે. આ છોકરાઓ મારા માટે દુનિયાના કોઈ પણ પ્રખ્યાત સેલીબ્રીટી કરતા સહેજ પણ ઓછા નથી.  

મિત્રો, હું આવા બાળકો સાથે છેલ્લા ઘણાય વરસોથી કામ કરું છું. આટલા વરસોથી આવા બાળકો સાથે કામ કરવા છતાં હું ક્યારેય સમજી નથી શકી કે આ બાળકોને કયું બળ, કઈ અપેક્ષા આટલી તકલીફો ઝેલી ને પણ સ્કુલ જવાની પ્રેરણા આપે છે. શિવ આવો જ એક પ્રેરણા સ્ત્રોત, એક નવી ઉર્જા આપનારો મારો ૧૩ વરસનો વિદ્યાર્થી છે. દર વર્ષે અમે બાળકો ને સારું ભણતર આપવા સ્કોલરશીપ આપતા હોઈએ છેં. જેના માટે વિદ્યાર્થીનું સ્તર જાણવા એક નાનકડો ટેસ્ટ લઈએ છેં. અને પરિવારની જરૂરિયાત અને બાળકની ક્ષમતાના આધારે તેમની પસંદગી કરવામાં આવે છે. થોડા સમય પહેલા મારા સહયોગી મિત્રો આવી જ એક  પરીક્ષા લેવા ગયા હતા. પરીક્ષા લેવાનું સ્થળ અને સમયની જાણકારી પહેલેથી જ આ જગ્યાએ પહોચાડી દેવામાં આવી હતી. પરીક્ષાનો સમય લગભગ પૂરો થવા આવ્યો હશે ત્યાં એક છોકરો, મેં મહિના કાળઝાળ ગરમીના બપોરના બે વાગ્યે, પરસેવામાં લથપત, ફાટેલા કપડે, માત્ર હાથમાં એક પેન લઇને આવી પહોચ્યો. એની આંખો બોલતી હતી કે મને તો જાણકારી જ નહોતી, હું ભાગતો, દોડતો અહી આવ્યો છું – છતાં પણ મને પરીક્ષા આપવાથી કોઈ રોકી નહિ શકે. મારા મિત્રોએ પણ કોઈ લાંબી ચર્ચા વગર એને પેપર આપ્યુ અને એ માંડ્યો લખવા. કમનસીબે એ પરીક્ષા પાસ તો ના કરી શક્યો પણ એની પરીક્ષા આપવાની લલકે, મારા સહયોગી મિત્રોનું હૃદય જીતી લીધું અને શિવ ને એક ચાન્સ મળ્યો પોતાની લલક ને દિશા આપવાનો. અમે એને એક મહિના માટે કોચિંગ આપવાનું નક્કી કર્યું. શિવ ને પણ જણાવવામાં આવ્યું કે  એક મહિના પછી એની પાછી પરીક્ષા લેવામાં  આવશે અને જો એ પરીક્ષામાં પાસ થઇ જશે તો એની ૧૨માં ધોરણ સુધીની સ્કોલરશીપ પાક્કી થઇ જશે. શિવે આ સ્કોલરશીપ લેવા તનતોડ મહેનત કરી.

મેં તમારી સાથે જે શેયર કર્યું એ મેં મારા સહયોગીઓ પાસે થી સાંભળ્યું જ હતું. હું ક્યારેય શિવ ને મળી નહોતી. પણ, જયારે પહેલી વાર હું શિવ ને મળી, મારા મિત્રો એ એના માટે કીધેલી બધી જ વાતો મને બહુ જ ઓછી લાગી. ખરેખર ગજબની ચમક અને આત્મવિશ્વાસ હતા એની આંખોમાં. ખુબ જ નબળું ભણતર નું સ્તર હોવાને લીધે શિવ માટે  પરીક્ષા પાસ કરવી એ ખુબ જ કપરી ચેલેંજ છે. પણ, Determination ના સાક્ષાત ઉદાહરણરૂપ શિવ મારા માટે જીવનની બહુ મોટી સીખ છે એ વાત ચોક્કસ. આપણે બધાએ ખરેખર આવા બાળકો પાસેથી ઘણું બધું શીખવા જેવું છે કે  જીવનમાં સકારાત્મકતા કેમ જાળવી રાખવી. શિવ સાથેના મારા વાર્તાલાપમાં મને એના  વિચારોમાં સકારાત્મકતા અને જીદ અનુભવાયા. જે ખરેખર સફળ થવા માટે ખુબ જરૂરી છે.  પ્રખ્યાત લેખક અને મનોચિકિત્સક Robert H. Schuller એ એમની પુસ્તક, ‘Success is Never Ending – Failure is Never Final’, માં લખ્યું છે એ share કરીને હું મારી વાત પૂરી કરીશ.
I can do all things – If I am programmed positively. – It is called possibility thinking. We don’t know how it works but once you have a positive picture in your mind and you hold it before you, unseen, immeasurable and undetectable forces are released. These forces – call them determination if you will - can bring success to anyone who believes. I can do all things if – I have the faith, that is the first condition.

મિત્રો, શિવનાઆ  વિશ્વાસે એને  સ્કોલરશિપનો હકદાર બનાવી દીધો. શિવ આજે ઉદેપુરની પ્રખ્યાત સ્કુલમાં ભણી રહ્યો છે. જયારે મેં એને પૂછ્યું કે મોટો થઇને તું શું બનશે, એને શરમાઈ ને કહ્યું, “ખબર નહિ મેમ, પણ મારા જેવા બીજા કોઈ શિવ ને મદદ કરી શકું એવો તો ચોક્કસ બનીશ જ.”  -
Shiv I am sure you will win, not immediately but definitely…… 



Comments

  1. Determination is important to achieve in life.I always appreciate Gandhi for his determination. I remember Hemingway's novel The old man & sea in which the character was telling -Man can be destroyed but not be defeated.
    Good article ,continue it

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

If they give you ruled paper, write the other way

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

Tongue Twister or Thought Twister...