આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

એક આધારે ફરું છું, રણ માં હું,
ઊંટ કેરી હોઝરી માં જળ હશે !
-           -------- ભગવતી કુમાર શર્મા

માર્ચ મહિના ની છેલ્લી તારીખ! હું બે પ્રકારની કાળઝાળ ગરમીની ગુંચવણની પ્રત્યક્ષદર્શી બની ને ઉભી હતી. પણ મારા હાથમાં બે માંથી એક પણ ગુંચવણ નો ઉકેલ નહોતો.  એક ગુંચવણ હતી મારા શહેરના વાતાવરણની, જે કમોસમી સૂરજ ના પ્રકોપ ને  સમજવામાં ગડમથલ અનુભવી રહ્યું હતું. અને બીજી ગુંચવણ હતી મારા પરમ મિત્ર ની આંખો માં, જે અસ્તિત્વ અને વ્યક્તિત્વની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો.
વાત એમ હતી કે  મારો પરમ મિત્ર જે મોટા ભાગે પોતાના  કામમાં  સંતોષ અને શાંતિપૂર્વક જોડાયેલો  રહે, એની સામે અચાનક એક સુંદર  પ્રસ્તાવ  આવી ને  ઉભો રહ્યો, પ્રમોશન નો! પોતાના કાર્યક્ષેત્ર માં વગર માંગ્યે  પ્રમોશન મળવું એ ૯૯.૯૯% લોકો માટે સુખદ આંચકો જ હોય. એ પણ એવું પ્રમોશન જે આથિર્ક લાભ ની સાથે તમારો કાર્યસ્થળ પર મોભો પણ વધારે. સાદી ગુજરાતી ભાષા માં કહો તો કોઈ ગાંડૉ જ હોય જે  આવા સુખદ આંચકા થી ખુશ ના થાય. પણ, ગુંચવણ જ ત્યાં ઉભી થઇ કે મારો મિત્ર આ ગાંડા ની જમાત નો સદસ્ય. કારણ કે પ્રમોશનની સાથે, નહિ ગમતું કામ કરવાની જવાબદારી, વધુ સમય અને દબાવ, ઘણી બધી અનિશ્ચિતતાઓ વગેરે વગેરે સાથે આવાની. હું અનુભવી રહી હતી કે આ પ્રમોશન થી ઉઠેલા શાંત દરિયાના તોફાનો મારા મિત્ર ની આંખમાંથી બહાર આવવા મથી રહ્યા હતા.
મિત્રો, સાચું કહું તો બહાર ના વાતાવારની ગરમી કરતા મારા મિત્ર ની આંખમાંથી ઉભરાવવા મથતા આ તોફાનો એ મને ખુબ દઝાડી. કારણકે એ યુદ્ધ હતું તમારા વ્યક્તિત્વ અને અસ્તિત્વ ની વચ્ચે.  જે બંને તમારા પોતાના જ હિસ્સા છે પણ સાથે નહિ, સામસામે છે. આજના યુગ માં મોટા ભાગના લોકોમાં બે વ્યક્તિ  રહેતા હોય છે. એક વ્યક્તિ જે કાર્યસ્થળ, તમારી આસપાસ નું  વર્તુળ અને ક્યારેક પરિવાર માટે રહેતો હોય જયારે બીજો પોતાના માટે, પોતાના સુખ અને પોતાના સપના માટે જીવતો હોય છે. તમારામાં રહેલા પ્રથમ વ્યક્તિને બધા જ  જાણે છે, ઓળખે છે પણ બીજા વ્યક્તિને બહુ ઓછા લોકો ઓળખતા હોય છે.  આ બીજો વ્યક્તિ પોતાની જાતને અનેક આવરણો ની પાછળ સુરક્ષિત રાખે છે. ક્યારેક આ આવરણો પોતાના માટે ખોલવામાં પણ વરસો લાગી જાય છે. કારણકે આ આવરણ ખોલવામાં એને સ્વછંદતા નો આક્ષેપ લાગવાનો ખુબ ભય હોય છે. શું હું ખોટું કહું છું? આપને જો પ્રમાણિકતા થી આપણી જાત ને પૂછીએ  તો જવાબ મળશે જ કે  આપણામાં પણ એક વ્યક્તિ એવો છે કે જે  ઘણા લોકો થી અજાણ્યો છે.
મારો પોતાનો એ ચેહરો જે હૃદય ના કોઈ ખૂણામાં મેં કેદ કર્યો છે  અને બધાથી નજર છુપાવી હું ક્યારેક ક્યારેક એને  જોઈ લઉં છું. – એ વ્યક્તિ બનવાની મને ઈચ્છા તો છે પણ આજની પરિસ્થિતિ માં એને   અનુકુળ અવસર નથી અને અનુકુળ અવસર આવશે કે નહિ એનીમને ખબર પણ નથી.     
મિત્રો, મને વારે-વારે એ  જ પ્રશ્ન થાય છે કે કેમ આજના આપણા સામાજિક ઢાંચામાં મોટા ભાગનો યુવાવર્ગ આ અવસર ને કેમ નથી પામી શકતો? એક બાળક તો નિર્દોષતાથી પોતાનું વ્યક્તિત્વ, પોતાની ઇચ્છાઓ સમાજ સામે મૂકી શકે  છે, તો પછી જેમ જેમ મોટો થાય છે તેમ કેમ એની આત્મા ને, ઈચ્છા ને હૃદય ના કોઈ ખૂણા માં  ઢબોરી દે  છે? આજ ની યુવા પેઢી કઈ દોડ માં દોડી રહી છે  એ એમને પોતાને પણ નથી ખબર. પૈસો, પ્રમોશન, બંગલો, ગાડી શું માત્ર એ બધું પામીને માણસ સુખ પ્રાપ્ત કરી શકે છે? આત્મા ની ખુશી ને પામી શકે છે? શું પોતાના આત્માની સંતુષ્ટીની આ સમાજ માં  કોઈ સ્વીકાર્યતા નથી? કેમ આપણા સમાજ માં આ સંતુષ્ટીને અસફળતાના અરીસાથી જોવા માં આવે છે?
મારા મિત્ર ને પ્રમોશન મળતા જ અઢળક અભિનંદન મળી ગયા. પરિવારની, સહકાર્યકાર્તોની અને મિત્રો ની અનંત અપેક્ષાઓ જોડાઈ ગઈ. કારણ કે  આવા અવસર ને નકારી શકાય અને આ નકાર ને સફળતા કે અસફળતા સાથે  જોડ્યા વગર નિરપેક્ષરૂપે જોઈ શકાય એ દ્રષ્ટી આપના સમાજમાં ઉપલબ્ધ જ નથી. મારા મિત્રને એના વર્તમાન કામ માં ખુશી મળે છે એને  લાગે છે કે એ પોતે એક સકારાત્મક વાતાવરણ નો ભાગ છે. જ્યાં  એને  બે વ્યક્તિત્વ માં વહેંચાઈને નહિ પણ પોતાના અસ્તિત્વ માં રહીને જીવી શકે છે. એને લાગે છે  કે મારે એ અનિશ્ચિતા તરફ નથી જવું જ્યાં કદાચ મારે બે અલગ વ્યકતિત્વમાં વહેચાવું પડે. પણ ગુંચવણ છે કે સમાજ આને કઈ દ્રષ્ટી એ  જોશે?
આ પ્રશ્ન માત્ર મારા મિત્ર નો નથી પણ આપણા બધનો  છે. આ પરિસ્થિતિમાં આપને બધા ક્યારેક ને ક્યારેક મુકાઈએ છીએ. જેમાં આપણે ચુનાવ કરવાનો હોય છે માત્ર એક વિકલ્પનો. ઘણી વાર એક વિકલ્પમાં  અઢળક વસ્તુ મળે છે: પૈસો, પ્રસિદ્ધી, પરિવાર ની સમૃદ્ધી, જયારે બીજા વિકલ્પ માં આમાંનું બહુ ઓછુ પણ મળે છે આત્મા નો અમી. કયા રસ્તે જવું ? મને નથી ખબર મારો મિત્ર શું નિર્ણય લેશે પણ હું  એની આભારી છું કે એને આ પ્રશ્ન તો ઉઠાવ્યો. આજે એનો પ્રશ્ન હું બધાને પૂછવા માંગું છું કે આપણા  સમાજે, આપની શિક્ષણ પદ્ધતિએ અને  આપણા પરિવારોએ એક વ્યક્તિ ને એના અસ્તિત્વ માં એકાકાર  થઇ ને જીવવાની સંમતિ ના આપવી જોઈએ? અને માત્ર સંમતિ કેમ એના આ નિર્ણયનો સહર્ષ સ્વીકાર ના કરવો જોઈએ?


Comments

  1. સરસ બ્લોગ છે. અસ્તિત્વ અને વ્યક્તિવ વચ્ચેનું સંતુલન અઘરુ છે અને વધારે અઘરુ બનતું જઈ રહ્યું છે. કોઈ એક નું ચયન મુશ્કિલ બને એ સ્વાભાવિક છે. વ્યક્તિત્વ બાહ્ય છે એટલે અનીજ માંગ રહેવાની. અસ્તિત્વ નો સ્વીકાર પોતે કરી લે તો અન્ય નો અસ્વીકાર સહ્ય બને.

    ReplyDelete
  2. Nice blog riddhi
    Good to see you working in your area of interest.

    ReplyDelete
  3. Really heart touching blog... Keep writing like this to ask ourselves about life...

    ReplyDelete
  4. Nice one Riddhi.... We are intellecually living beings.... Means we are given a birth right to choose the way of life for our living.... Why to choose something for being declared to be correct in others' point of view?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

If they give you ruled paper, write the other way

Tongue Twister or Thought Twister...