Posts

Showing posts from November, 2017

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી!

સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી, મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી! એક માણસનું જીવન ઝેર થઇ ગયું. આશાનું નાનકડું કિરણ પણ ક્યાંક નજરે ચઢતું નહોતું. એને થયું કે આ જીવનનો અંત લાવ્યે જ છુટકો. શહેરની વચ્ચેથી રેલ્વે પસાર થાય ત્યાં જઈને, ગાડી આવે ત્યારે પાટા પર પડતું મુકવાનું તેણે નક્કી કર્યું. પણ ઘેરથી નીકળતા બીજો પણ એક સંકલ્પ તેણે કર્યો કે, રસ્તામાં જે માણસો મળે તેમાંથી એક પણ જો એના તરફ જોઈને સ્મિત કરે, એ સ્મિત એના અંતરમાં લગીર હૂંફ પ્રગટાવે, તો મરવાની યોજના પડતી મૂકીને ઘેર પાછા ફરી જવું. ... હવે એ વાત ને ત્યાં રાખીએ. એ માણસનું શું થયું, તે જવા દઈએ. પણ, એક સવાલ થાય છે: એ માણસ ઘેરથી નીકળ્યો પછી રસ્તામાં કદાચ તમેજ એને સામા મળયા હોત તો?  - બોલો, એનું શું થાત? ત્યાંથી ઘેર પાછા ફરવાનું કારણ તમે તેને આપી શક્યા હોત? જરા વિચારી જોજો! આ નાનકડી વાર્તા સુમંત દેસાઈ દ્વારા લખાયેલી છે. જે હમણાં જ મેં થોડા દિવસો પહેલા શ્રી. મહેન્દ્ર મેઘાણી દ્વારા ‘અરધી સદીની જીવનયાત્રા પુસ્તકમાં વાંચી. વાર્તા વાંચીને મન હિલોળે ચઢી ગયું. હું વિચારી રહી કે લેખકે આ વાર્તા દ્વારા પૂછેલો પ્રશ્ન એ આપણા સમાજનો કેટલો મોટ