Posts

Showing posts from October, 2017

એક એહસાસના તરાપે સમંદર માથે લીધા છે, બાકી, ઈશ્વર કોણે દીઠા છે?

એક એહસાસના તરાપે                      સમંદર માથે લીધા છે, બાકી, ઈશ્વર કોણે દીઠા છે? છેલ્લા ઘણા દિવસ થી મનમાં એક દ્વંદ ચાલી રહ્યું હતું કે આ વિષય પર લખવું કે નહિ! મને આ અસમંજસ માંથી બહાર આવતા ઘણો સમય થયો અને પછી મેં નિર્ણય કર્યો કે મારે આ વિષય પર નથી લખવું. મેં મારો લેખ અધુરો છોડી દીધો. કારણ કે હું મોટા ભાગના કિસ્સાઓમાં એક સકારાત્મક અભિગમ રાખનાર વ્યક્તિ છું અને આ વિષય મારા મનમાં નકારાત્મક લાગણીઓ પેદા કરતુ હતું. પરંતુ, આજે જયારે હું ગીતાંજલિ વાંચતી હતી, મન ખુબ જ પ્રસન્ન થઇ ગયું. આજે હું રવીન્દ્રનાથ ઠાકુર ની લેખની પરથી શીખી કે કેવી રીતે નકારાત્મક ભાવનાઓને, પોતાની દ્રષ્ટી, વિચાર અને લખાણથી સકારાત્મકરૂપે, સ્વયં અને બીજા સમક્ષ દ્રશ્યમાન કરી શકાય! ટેગોરના વિચારો, લેખની અને ગીતાંજલિ પુસ્તકને મારા કોટી-કોટી નમન! આ પુસ્તકે મને મારા અધૂરા લેખને પુરા કરવાની પ્રેરણા અને હિંમત આપી. આ લેખ સ્વતંત્રરૂપે મારા વિચારો છે અને કોઈ પણ ધર્મ કે વ્યક્તિને ઠેસ પહોચાડવાના ઉદ્દેશ્યથી મેં આ લખાણ નથી લખ્યું. પ્રામાણિકરૂપે  મારા મન અને મગજમાં જે પ્રશ્નો ઉદભવ્યા છે એ જ તમારી સામે રજુ કરું છું.  અ