Posts

Showing posts from August, 2017

Disinterested Love – Not asking back

Disinterested Love – Not asking back Replace the love of power for power of love ---  Ramin Jahanbegloo મારા ઘરની બાલ્કની મારા કરતાં વધારે મારા બ્લોગ પર પ્રસિદ્ધિ પામી છે. પણ શું કરું ! જાણે આ જગ્યા મારી દ્રષ્ટી અને વિચારોને જોડતી એક સુંદર કડી હોય એમ મને હમેંશા આભાસ થાય છે. મારા ઘરની આ બાલ્કની ની આગળ એક ખાલી પ્લોટ છે, જેનો સમય અને સંજોગો પ્રમાણે અલગ-અલગ પ્રકારે ઉપયોગ થયા કરે  છે. જેમ કે વેકેશનમાં બાળકો માટે ક્રિકેટની પિચ બની જાય છે, લગ્ન સિઝનમાં નજીકના પાર્ટી પ્લોટ માટે પાર્કિંગની જગ્યા બની જાય છે તો ક્યારેક મારા જેવા માટે મોકળાશથી ગાડી શીખવા માટેનું મેદાન બની જાય છે. પણ એની સાથે આ ખાલી જમીન ઘણા બધા નાના-નાના જીવ જંતુઓ નું કાયમી રહેઠાણ પણ છે. જોકે, આ વિચાર મને જાતે ક્યારેય આવ્યો નહોતો. આ વિચાર આવ્યો થોડા દિવસ પહેલા બે વ્યક્તિઓને આ પ્લોટમાં ફરતા જોઇને. રોજ સાંજે ૫.૩૦ થી ૬.૦૦ ની વચ્ચે એક અંકલ અને આંટીનો અહીં આવવાનો નિત્યક્રમ છે. કોઈ પણ ઋતુ હોય, કોઈ પણ તહેવાર હોય, એમનો નિત્યક્રમ ભાગ્યે જ બદલાતો હશે. બંને હાથમાં એક-એક લોટની ભરેલી પ્લાસ્ટિકની થેલી લઈને આ ખાલી જમીનમાં ફરતા જા

Tongue Twister or Thought Twister - English version

Tongue Twister or Thought Twister…..   ( The best way out of  a difficulty is through it) I was playing with my 4 years old son yesterday. Playing various games with him is one of my favorite activities of daily routine, specially the language games. My son speaks and understands three languages, Gujarati, Hindi and English and he loves exploration of new languages. We were playing ‘tongue twister’, which is known for improving pronunciation. Betty bought butter but butter was bitter so, Betty bought better   butter to make bitter butter better butter! We enjoyed speaking the tongue twister with various methods and laughed a lot. It was great fun. After playing this game for some time, my son asked me about the meaning of the sentence. I tried to explain the meaning to him that one girl named Betty bought butter but because the butter was bitter, she bought another butter to add in the bitter one so that the butter will become better or we can say sweeter. After listening

If they give you ruled paper, write the other way

If they give you ruled paper, write the other way – Alice Sebold મિત્રો આજે હું મારા બ્લોગની શરૂઆત ડૉ. અશોક પટેલ ની એક કવિતા થી કરીશ. કવિતા છે: આર્ટ-ગેલેરી.  “આર્ટ- ગેલેરી” મારું ઘર નવું નક્કોર. એની દીવાલો  ચુને મઢેલી ચારેકોર  આ બધી દીવાલો પર  ફરી વળ્યા છે  બે હાથ નાના નાના ! કોલસો, રંગ, પેન્સિલ કે પેન જે હાથે ચઢ્યું તેનાથી  સાવ છાનામાના ! જાતજાતના,ભાતભાતના આકાર,  એમાં સૌ  નિરાકાર! સમજાય તો હસાય, ના સમજાય તોય ત્યાંથી ના ખસાય !  શરૂઆતમાંમમ્મી રોકતી, ટોકતી. ઘાટ આવે તો ક્યારે ઠોકતી. પણ એની કમાન એવી છટકી પ્રવૃત્તિ જરી  ના અટકી. વોલપેપર લાવેલા  થોકબંધ પડ્યા છે. કબાટ ખોલું તો  સૌ  અકબંધ જડ્યા છે. સૌ કહે છે, “તારા ઘેર કેવું તે ચિતરામણ છે?” ધીમેથી હું કહું છું: “એ જ ચિત્તરામણ છે.” છે ઘરને મારે એક ગેલેરી પણ ઘર આખું છે  મારું   આર્ટ ગેલેરી ! કેટલું સુંદર લખ્યું છે, ડૉ અશોકએ. કદાચ મને સુંદર વધારે લાગે છે  કારણ કે મારું ઘર પણ આવી જ આર્ટ-ગેલેરી છે. મિત્રો, જયારે પણ મારા ઘરે કોઈ નવા મહેમાન આવે છે, ચર્ચાની શુરુઆત આર્ટ-ગેલેરી થી જ

I will win, not immediately but definitely……

I will win, not immediately but definitely……  શૂન્યતામાંય શ્વાસ ભરતા શીખજે, અને ખાલી સરોવરમાંય તરતાં શીખજે, આંખમાં આંજી વસંત સ્વપ્નનાં, રણને પણ લીલુછમ કરતા શીખજે! મારા હૃદયે આટલી વિહવળતા અને આટલી વિવશતા ક્યારેય નથી અનુભવી જેટલી આજે અનુભવી છે. એક એવી લાગણી જેને નામ નથી, કદાચ ઓળખાણ પણ નથી. આ લાગણીમાં ખુશી છે કે દુખ એનાથી પણ હું સાવ અજાણ છું. મારું મન તો ખેંચાઈ રહ્યું છે એની તરફ વારે ને વારે. શું હતું એની આંખોમાં જે મને પકડી રાખતું હતું?. કંશુંક તો જોડાણ હતું અમારી વચ્ચે જે માત્ર મને જ નહિ એને પણ અનુભવાય રહ્યું હતું. હું વાત કરું છું મારી, શિવ (નામ ઓળખાણને અકબંધ રાખવા બદલ્યું છે.) સાથેની પ્રથમ મુલાકાતની. શિવ એ લગભગ ૧૨ કે ૧૩ વરસનો એક આદીવાસી છોકરો છે જે ઉદેપૂર જીલ્લાના એકદમ અંતરાળ વિસ્તારમાં જંગલની વચ્ચે વસેલા એક નાનકડા ગામમાં રહે છે. ત્યાં નથી કોઈ રસ્તો કે નથી કોઈ સ્કુલ. શહેરના લોકો માટે તો આવા ગામની કલ્પના કરવી પણ અશક્ય છે. રસ્તા જ નથી ત્યાં કેવી ઈલેક્ટ્રીસિટી અને કેવું ઈંટરનેટ! શિવ અને તેના જેવા ઘણા છોકરાઓ અને છોકરીઓ આવા અંતરિયાળ ગામમાંથી રોજના ૬-૭ કિમી ચાલીને પણ સ્