Posts

Showing posts from May, 2017

સહિયારો માળો

સહિયારો માળો આ પવન આ પતંગ એ બંને પ્રેમીઓ ને તો આ જ સમજાવે એકબીજાને બહુ માફક હો તો જ આકાશ હાથમાં આવે -      શેખાદમ આબુવાલા કહેવાય છે કે ધરા અને ગગન એક-મેકના બિલકુલ વિરુદ્ધ. છતાં ઘણીવાર બંને ગજબના તાલ-મેલના ઉદાહરણ પ્રસ્તુત કરે છે જેમ કે ઉદેપૂરની ગરમીની બાબતમાં, બે માંથી કોણ વધારે અગ્નિ વરસાવે છે, જમીન કે આકાશ કોઈ કહી ના શકે. જો કે કહેનારા કહી શકે કે ગરમી વરસવાનું કામ તો સૂરજ કરે છે, આ બંને તો બિચારા એને ઝીલે છે. બની શકે એ પણ સાચું હોય. પણ, મે મહિનાની ગરમી ની સવારના સવા છો વાગ્યે મારા ઘરની બાલ્કની ની સામેના નાના ડુંગરોની વચ્ચેથી ડોકિયું કાઢતા સૂરજ ને જોઇને ઉપરનું કથન સંપૂર્ણ મિથ્યા લાગે. આજે સવારે રોજ ની જેમ હું મારા ઘરની બાલ્કનીમાંથી સૂર્યોદય જોઈ રહી હતી. આ કામ મારું રોજ નું સૌથી પહેલું અને ગમતું કામ છે. અત્યંત શીતળ, સંવેદનશીલ, સોમ્ય અને એના ગહેરા નારંગી રંગમાં કેટલાય સંદેશાઓ લઈને આવતો આ સૂરજ! કોઈ આ સૂરજને ભાળીને કહી જ ના શકે કે હમણા થોડા કલાકો પછી આ એક અગનશીલ ચાદર તળે આખા  શહેરને દઝાડી દેનારો જ સૂરજ છે. પણ એ તો થોડા કલાકો પછી ની વાત ને, હમણા તો હું સૂરજ ના મારી સામ

Tongue Twister or Thought Twister...

Tongue Twister or Thought Twister…..           ( The best way out of  a difficulty is through it) હું ગઈ કાલે મારા ચાર વર્ષ ના દીકરા  સાથે રમતી હતી. એની સાથે વિભિન્ન પ્રકારની રમતો રમવી એ મારી દિનચર્યાના ગમતા કામોમાંનું એક કામ છે. ખાસ કરી ને ભાષાના સંદર્ભમાં. મારા દીકરા ને પણ મારી જેમ અલગ- અલગ ભાષાઓના સંશોધન કરવા પુષ્કળ ગમે છે. અમે અંગ્રેજી ઉચ્ચારણોના શુદ્ધિકરણ માટે વિખ્યાત એક ગતિવિધિ, ટંગ ટ્વિસ્ટર રમતા  હતા. Betty bought butter but butter was bitter so, Betty bought better butter to make bitter butter better butter! આ વાક્યને અલગ-અલગ પ્રકારે બોલવામાં, અમને ખુબ મઝા આવી.  અમે ખુબ હસ્યા પણ.  થોડા  સમય પછી મારા દીકરા એ મને પૂછ્યું, કે મમ્મા આ વાક્યનનો  અર્થ શું છે. મેં એને સમજાવ્યું કે બેટ્ટી નામની એક છોકરી બટર ખરીદીને લાવી પણ બટર કડવું નીકળ્યું એટલે એ બીજું બટર લાવી જેને કડવા બટરમાં ઉમેરશે તો કડવું બટર મીઠુ થઇ જશે. આ સાંભળી ને મારો દીકરો સંતુષ્ટ થઈને બીજી  કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ ગયો.  થોડી વાર પછી એ પાછો આવ્યો અને થોડું વિચારી ને મને પૂછ્યું, પણ મમ્મા, બટર કડવું નીકળ્યું