Posts

Showing posts from April, 2017

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો એક આધારે ફરું છું, રણ માં હું, ઊંટ કેરી હોઝરી માં જળ હશે ! -            --------  ભગવતી કુમાર શર્મા માર્ચ મહિના ની છેલ્લી તારીખ! હું બે પ્રકારની કાળઝાળ ગરમીની ગુંચવણની પ્રત્યક્ષદર્શી બની ને ઉભી હતી. પણ મારા હાથમાં બે માંથી એક પણ ગુંચવણ નો ઉકેલ નહોતો.  એક ગુંચવણ હતી મારા શહેરના વાતાવરણની, જે કમોસમી સૂરજ ના પ્રકોપ ને  સમજવામાં ગડમથલ અનુભવી રહ્યું હતું. અને બીજી ગુંચવણ હતી મારા પરમ મિત્ર ની આંખો માં, જે અસ્તિત્વ અને વ્યક્તિત્વની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો હતો. વાત એમ હતી કે  મારો પરમ મિત્ર જે મોટા ભાગે પોતાના  કામમાં  સંતોષ અને શાંતિપૂર્વક જોડાયેલો  રહે, એની સામે અચાનક એક સુંદર  પ્રસ્તાવ  આવી ને  ઉભો રહ્યો, પ્રમોશન નો! પોતાના કાર્યક્ષેત્ર માં વગર માંગ્યે  પ્રમોશન મળવું એ ૯૯.૯૯% લોકો માટે સુખદ આંચકો જ હોય. એ પણ એવું પ્રમોશન જે આથિર્ક લાભ ની સાથે તમારો કાર્યસ્થળ પર મોભો પણ વધારે. સાદી ગુજરાતી ભાષા માં કહો તો કોઈ ગાંડૉ જ હોય જે  આવા સુખદ આંચકા થી ખુશ ના થાય. પણ, ગુંચવણ જ ત્યાં ઉભી થઇ કે મારો મિત્ર આ ગાંડા ની જમાત નો સદસ્ય. કારણ કે પ્રમોશનની સાથ