Tongue Twister or Thought Twister...

Tongue Twister or Thought Twister…..          
(The best way out of  a difficulty is through it)
હું ગઈ કાલે મારા ચાર વર્ષ ના દીકરા  સાથે રમતી હતી. એની સાથે વિભિન્ન પ્રકારની રમતો રમવી એ મારી દિનચર્યાના ગમતા કામોમાંનું એક કામ છે. ખાસ કરી ને ભાષાના સંદર્ભમાં. મારા દીકરા ને પણ મારી જેમ અલગ- અલગ ભાષાઓના સંશોધન કરવા પુષ્કળ ગમે છે. અમે અંગ્રેજી ઉચ્ચારણોના શુદ્ધિકરણ માટે વિખ્યાત એક ગતિવિધિ, ટંગ ટ્વિસ્ટર રમતા  હતા.
Betty bought butter but butter was bitter so,
Betty bought better butter to make bitter butter better butter!
આ વાક્યને અલગ-અલગ પ્રકારે બોલવામાં, અમને ખુબ મઝા આવી.  અમે ખુબ હસ્યા પણ.  થોડા  સમય પછી મારા દીકરા એ મને પૂછ્યું, કે મમ્મા આ વાક્યનનો  અર્થ શું છે. મેં એને સમજાવ્યું કે બેટ્ટી નામની એક છોકરી બટર ખરીદીને લાવી પણ બટર કડવું નીકળ્યું એટલે એ બીજું બટર લાવી જેને કડવા બટરમાં ઉમેરશે તો કડવું બટર મીઠુ થઇ જશે. આ સાંભળી ને મારો દીકરો સંતુષ્ટ થઈને બીજી  કોઈ પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ ગયો.  થોડી વાર પછી એ પાછો આવ્યો અને થોડું વિચારી ને મને પૂછ્યું, પણ મમ્મા, બટર કડવું નીકળ્યું તો બેટીએ ક્યાં એને ફેંકી દેવું જોઈએ ક્યાં એમાં ખાંડ નાખવી  જોઈંએ, બેટીએ એમાં પાછુ બીજું સારું બટર જ કેમ નાખ્યું, એ પણ કડવું થઇ ગયું તો? એના પ્રશ્ન નો મારી પાસે  તત્કાલ કોઈ  ઉત્તર નહોતો. મેં એને કહ્યું, ‘તારી વાત તો સાચી છે, પણ બેટ્ટીએ એવું કેમ કર્યું એની પાછળ કઈક કારણ તો હશે જ. હું થોડું વિચારી ને તને જવાબ આપું તો  ચાલશે?’ એને હામી ભરી એટલે મને થોડી રાહત થઇ.
સૌથી પહેલા તો મને બહુ આનંદ થયો કે મારા દીકરા એ આવો પ્રશ્ન પૂછ્યો અને પોતાની સમજ પ્રમાણે એનું વિશ્લેષણ  કરી ઉકેલ શોધવાનો પણ પ્રયત્ન કર્યો.  બાળમનોવૈજ્ઞાનિક કહે છે કે ૫ વર્ષ સુધના બાળકો વાસ્તવિકતા અને કલ્પનાની વચ્ચે બહુ વધારે ફરક કરવામાં સમર્થ નથી હોતા. અને એટલે જ કદાચ જટિલ પરિસ્થિતિને સ્વીકારવામાં બાળક એક વયસ્ક વ્યક્તિ  કરતાં વધારે સક્ષમ હોય છે. જો આ સમગ્ર  વાતચીતને થોડા વિસ્તારિત કે અમૂર્ત સંદર્ભમાં મૂલ્યાંકિત કરીએતો ખરેખર આ ટંગ ટ્વિસ્ટર  ઘણું બધું શીખવાડી રહી છે.
આજે મોટા ભાગના લોકો વિશેષરૂપે યુવાવર્ગ ખુબ વ્યસ્ત છે. આજે મારા જેવા હજારો,  લાખો લોકો ખુબ દોડી રહ્યા છે, કોઈ એસ્પીરેશન માટે, કોઈ છોકરાઓ માટે, કોઈ જરૂરિયાતો માટે, કોઈ બીજા ભાગે છે  એટલે એમને જોઈએ ને ભાગે છે, પણ બધા જ ભાગે છે. હું પણ એ દોડનો એક ભાગ છું. અમારા બધા પાસે બધું જ છે, માત્ર સમય નથી!  સમય નથી પોતાના ભૂતકાળને જોઇને શીખવાનો કે નથી આસપાસ થતી ઘટનાઓ ને સમજવાનો. એટલે ક્યારેક કોઈ કડવા બટરરૂપી ઘટના આપણી આસપાસ ઘટી હોય કે આપણા જીવનમાં હોય તો આપણે એક  વિરામ લઈને એનું વિશ્લેષણ નથી કરતા અને ઘણો બધો સમય કડવા બટર માં બીજું બટર ઉમેરીને એને મીઠું કરવાના પ્રયત્નોમાં વેડફી કાઢીએ છીએ. કારણ કે આપણે ઘણીવાર નિરર્થક વ્યસ્તતામાં આપણા દ્રષ્ટિકોણને સીમિત કરી દઈએ છીએ. કડવાશને મારવા એમાં ખાંડ ઉમેરવાનો કે એને ફેંકીને નવું બટર લાવવાનું સૂઝતું  નથી. એક બહુ ખ્યાતનામ સાયકોલોજીસ્ટ મ. સ્કોટ પેક એ પોતાની એક બુક માં લખ્યું છે કે મોટે ભાગે વ્યક્તિએ સમસ્યા કે પ્રશ્નને જોવાની અને સમજવાની જરૂરિયાત હોય છે. પ્રશ્ન એટલો મોટો ક્યારેય પણ નથી હોતો જેટલો આપણે એને બનાવીએ છીએ. પણ, કદાચ આપણે સમસ્યા ને જ સમજી નથી શકતા. અને કદાચ સમજીએ તો એને હલ કરવામાં જે પીડા ભોગવવી પડે એના માટે આપને તૈયાર નથી થતા. પેક કહે છે  કે
Our view to reality is like a map with which to negotiate the terrain of life. If the map is true and accurate, we will generally know where we are, and if we have decided where we want to go, we will generally know how to get there. If the map is false and inaccurate, we generally will be lost.
કેટલું સાચું લખ્યું છે. પણ આપણે બધાએ શું આ નકશાઓની સાથે જનમ લીધો છે? ના રે ના,  આ નકશાઓ તો બનાવવા પડે અને એમને સમય અને દુનિયા સાથે સતત બદાલતા પણ રહેવા પડે. પણ અફસોસ, કદાચ આજની યુવા પેઢીએ તો આ નકશા બનવાનું જ છોડી દીધું છે. અને એટલે જ પોતાના  ચક્રમાં અટવાયા કરે છે અને કડવા બટરને replace કરવાનું ઓપશન પણ છે તે ભૂલી જાય છે.
કદાચ હું પણ લખતા લખતા એમ જ અટવાઈ ગઈ છું. કેમ કે મગજમાં અઢળક વિચારો એક  સાથે  આવે છે એટલે હું પણ ગોળ ગોળ ફરું છું.
આ ગોળ ગોળ વિચારો માટે મારા વાચક મિત્રોની માફી માંગું છું. સાચું કહું તો આ બધા વિચારો મારા બ્લોગ પર લખ્યા ત્યાં સુધીમાં મારો દીકરો, હું અને કદાચ તમે પણ મૂળ પ્રશ્ન જ ભૂલી ગયા એ સારુ થયું....નહિ તો મારો જવાબ પણ ગોળ ગોળ જ હોત.
 ઓહો... આ ટંગ ટ્વિસ્ટર હતું  કે થોટ ટ્વિસ્ટર... પણ ભારે હતું ભાઈ.........તમે પણ એક વાર રાત્રે સુતા પહેલા ચોક્કસ બોલજો.
Betty bought butter but butter was bitter so,
Betty bought better butter to make bitter butter better butter!




Comments

  1. First your son has good analytic sense .encourage it.it is true that we always add more butter to make it better & not trying to find out reasons .it may be escapism or we are lacking attitude.you have nicely move from tongue to thought twister, meanwhile continue tongue tsister with son

    ReplyDelete
  2. Thank you so much papa for the appreciation and kind words.

    ReplyDelete
  3. Better, bitter butter be replaced by better butter.... I am glad the little butterfly started thinking to do so...

    ReplyDelete
  4. Better, bitter butter be replaced with better butter... M glad the baby butterfly started thinking to replace the bitter with better butter

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

If they give you ruled paper, write the other way

આત્માનો અમી --- ઓળખો, વહેંચો અને જીવો